KNOWLEDGE BASE
1)સુજ્ઞ સહકારી સભાસદ ભાઈ / બહેનો ,આપની સેવામાં સોસાયટી દ્વારા પોતાની મોબાઈલ એપ્લિકેશન ની શુભ શરૂઆત કરી છે. જેના દ્વારા આપ સર્વેને નીચે મુજબની સુવિધાઓ/માહિતી
ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો લાભ લેશોજી.
2)આપના બચતખાતા-ફરજીયાત બચતખાતા -લોન ખાતા-ફિક્ષ્ડ ડિપોઝીટ ખાતા સહીત તમામ ખાતાઓ આ એપ્લિકેશન દ્વારા પોતાના રજીસ્ટર્ડ મોબાઈલમાં જોઈ શકશો , તેમજ તેની પ્રિન્ટ પણ કાઢી શકશો , આપ અન્ય સભાસદની લોનમાં જામીન થયા હોય તો તે તમામ સભાસદોના જે તે લોન ખાતા નિયમિત છે કે નહિ તે જાણી શકશો. તેમજ અનિયમિત ખાતાની બાકી રકમ પણ જાણી શકશો.
3)સોસાયટી સાથેના વ્યવહારો માટે જરૂરી વિવિધ અરજીઓ જેવી કે, વારસદાર દાખલ કરવાની-વારસદાર બદલવાની-સરનામાં ફેરફાર અંગે-સહીમાં ફેરફાર અંગે જેવી તમામ અરજીઓ આ એપ્લિકેશન દ્વારા ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી જરૂરી વિગતો ભરી સોસાયટીમાં રજુ કરી શકશો.
4)તમામ પ્રકારની લોન અંગેની તમામ માહિતી જેવી કે, લોનની મર્યાદા-જરૂરી જામીનની વિગત-વ્યાજનો દર-જરૂરી દસ્તાવેજો-નિયમો વિગેરે તમામ માહિતી આ એપ્લિકેશન દ્વારા આપને ઉપલબ્ધ થશે.
5)તમામ પ્રકારની લોનની અરજીઓ (ફોર્મ) ડાઉનલોડ કરી શકાશે. જેની પ્રિન્ટ ફક્ત લેજર પેપર પર જ કાઢવાની રહેશે. તે ફોર્મ જ માન્ય ગણાશે.
6)તમામ લોનના માસિક હપ્તાના રકમની ગણતરી કરી જાણી શકાશે.
7)આપ સર્વેએ આ એપ્લિકેશનનો લાભ લેવા માટે આપનો "એન્ડ્રોઇડ" સુવિધા વાળો મોબાઈલ ફોન નંબર સોસાયટીમાં રજીસ્ટર કરવાનો રહેશે.
8)જે અંગેનું ફોર્મ સત્વરે ભરી જવા વિંનતી. ફોર્મ ભરી જયેથી આ સુવિધા ઉપલબ્ધ થશે.
9)વધુ માહિતી માટે સંપર્ક કરો :- મોબાઈલ નંબર 99791-56899(મુખ્ય શાખા), 94288-56899(ઘોડદોડરોડ શાખા)
અગત્યની સુચના :-
1) દરેક સભાસદોએ પોતાના બચત/ધિરાણ સહીતના તમામ ખાતાઓના તા.31 મી માર્ચ 2021 સુધીના વ્યવહારોના કન્ફર્મેશન સત્વરે કરાવી લેવા.
2) સભાસદોના તેજસ્વી વિધાર્થીઓના અપાતા પારિતોષીક માટે અરજી ફોર્મ ૩૦ જુન સુધીમાં ભરી જવા.
3)શેર સર્ટીફીકેટ લઈ જવાના બાકી હોય તેમણે સત્વરે લઈ જવા.
4)સભાસદો સાથે લેવડદેવડનો સમય સોમવાર થી શુક્રવાર ૧૦.૩૦ થી ૪.૩૦ કલાક તથા શનિવારે ૧૦.૩૦ થી ૪.૩૦ કલાકનો રહેશે.મહિનાનો બીજો અને ચોથો શનિવાર બંધ રહેશે.
લોન લેનાર તથા લેવા માંગતા સભાસદો માટે અગત્યનું :
૧) આપની ચાલુ લોન નિયમીત ભરપાઈ કરો.
૨) લોન અરજી સાથે જરૂરી તમામ વિગતો પુરી પાડો.
૩) લોન ભરપાઈ કરવાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરો.
૪) લોનના ચેક એડવાન્સ આપ્યા હોય તો લોન પૂરેપૂરું ભરપાઈ થાય ત્યાં સુધી આપેલા ચેક પુરા થાય તે પહેલા અચુક નવા ચેક સોસાયટીમાં જમા કરાવા.
૫) દરેક લોન ખાતાની પાસબુક અનિવાર્યપણે મેળવો અને નિયમીત પણે લખાવો.
૬) હપ્તાના ચેક રીટર્ન ન થાય તેની કાળજી લો અને દંડ તથા કાયદાકીય કાયર્વાહી માથી બચો.
૭) સભાસદોએ પોતના ‘‘ઓળખપત્ર’’ સાથે સોસાયટીમાં રૂબરૂ આવી પોતાના તથા જેમાં જામીન થયા હે તેનો રીપાર્ટે ચેક કરાવી પોતાના તથા જેનામાં જામીન થયા હેાય તેનો લોન નિયમીત ભરપાઈ થાય છે કે નહી તેનો જાણકારી દર માસે મેળવી લેવા.
૮) લોન અરજી લેવા આવો ત્યારે લોન અંગે જરૂરી તમામ માહિતી મેળવો અને લોન ની કાયર્વાહી સ્પષ્ટ પણે સમજો જેથી ઝડપથી લોન કાયર્વાહી પૂર્ણ કરી લોન પ્રાપ્ત થઈ શકે./p>
૯) સભાસદોએ સોસાયટીમાથ્ં વાહન લીધું હોય તો તેમણે દર વર્ષે એપ્રિલ માસમાં વાહન ઈન્સ્પકેશન માટે વાહન સાથે આર.સી. બુક, વિમા પોલીસી વિગેરે લઈ અનિવાર્ય પણે આવી બતાવી જવુ.
૧૦) ઈનસ્પકેશન માટે સોસાયટીમાં આવનાર કમર્ચારીઓનો સહકાર આપી જે જે વિગતો માગે તે આપવી જરૂરી છે.
૧૧) સભાસદોએ સોસાયટીમાં તરફથી જે કોઈ પત્ર અથવા ફેાન વિગેરે આવે તો તે અંગે માર્ગદર્શન લઈ સાથ સહકાર આપવો
૧૨) આપ જ જામીન થયા હો તે સભાસદનું રહઠેાણ બદલાય કે તેનું અવસાન થાય તે અંગેની જાણ તરતજ સોસાયટીમાં લેખીતમાં કરો જથી જરૂર પડે નવા સરનામે કે વારસદારોને જોડીને કાયદેસર કાર્યવાહી કરી શકાય.
સભાસદો માટે અગત્યની સુચના
૧) મુળ રહેઠાણમાં ફેરફાર કર્યો હોય તો ઓફિસમાંથી છાપેલુ ફોર્મ મેળવી ભરી વહેલી તકે સરનામું બદલાવી લેવું.
૨) લોન ધિરાણમાં જામીન થવું એટલે લોનની સંપુર્ણ જવાબદારી સ્વીકારવા બરાબર છે એમ સમજીને જ જામીન થવું.
૩) સોસાયટી સાથેના પ્રત્યેક વ્યવહારમાં ‘‘ઓળખપત્ર’’ અનિવાર્ય છે.
૪) સોસાયટી સાથેની લેવડ-દેવડનો તમામ વ્યવહાર ફકત સોસાયટીની ઓફીસમાં જ કરવો યોગ્ય પહોચ મેળવી તપાસી લેવી.
૫) જે સભાસદો શેર સર્ટીફીકેટ લઈ ગયા નથી તેમણે તાત્કાલીક શેર સર્ટીફીકેટ લઈ જવા.
૬) દર વર્ષે એપ્રિલ માસમાં સોસાયટી સાથે લેવડ-દેવડના તમામ વ્યવહારોના કન્ફર્મેશન અનિવાર્ય પણે કરાવો.
૭) સોસાયટી આપણા સૌની છે જેથી તેને પ્રગતિને પંથે લઈ જવા તથા તેની પ્રતિષ્ઠા વધારવા સોસાયટીના નિયમોનું પાલન કરી સહકાર આપીએ.
૮) આપના સોસાયટી સાથેના કાયદેસરના વ્યવહારમાં સોસાયટીના રેકોર્ડ પર આપેલ સહીનો નમૂનો જ ધ્યાને લેવાનો હોય છે.